૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી, જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.
૧૯૬૨ – એપોલો પરિયોજના: એક પત્રકાર પરિષદમાં નાસાએ ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા અને તેમને પૃથ્વી પર પાછા લાવવાના સાધન તરીકે ચંદ્રની ભ્રમણકક્ષાની મુલાકાતની જાહેરાત કરી.
૧૯૭૧ – ચિલીમાંતાંબાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.